@gpshah2010 Profile picture

Gaurav Shah

@gpshah2010

Joined April 2009
Similar User
chatharaju rajanna photo

@chatharajuraja2

Sujit Das photo

@opudas75

સપ્તરંગ ની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના પણ જીવનમાં સાતેય રંગ નથી પૂર્યા, દરેકના જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે, એ મેળવવાનો પ્રયાસ - એનું નામ જ "જીવન"... જય જિનેન્દ્ર


શબ્દો નો પ્રેમ, પાના પલટતા જ બદલાય જાય.... પરંતુ......... લાગણી ના શબ્દ હોય તો દરેક પાના પર એની છાપ રહે છે જય જિનેન્દ્ર


ક્યા અપાય છે રાજીનામું જિંદગીની નોકરીમાંથી, શ્વાસનો પણ પગાર કપાય છે આપણા જ આયુષ્યમાંથી..!! જય જિનેન્દ્ર


“ચિંતા“ એટલી જ કરવી કે આપણું કામ પુરુ થઈ જાય, પણ એટલી બધી ચિંતા ન કરો કે “જીવન“ જ પુરુ થઈ જાય..! જય જિનેન્દ્ર


જિંદગીના અનુભવે સમજાયું કે, સંબંધના બે છેડા થોડા ટૂંકા રાખવા, ગાંઠ ની શક્યતા ઓછી રહે..! જય જિનેન્દ્ર


જે સમજે એને જ બધા સમજાવે છે, બાકી ના સમજે એની સાથે બધા એડજસ્ટ થઇ જાય છે. જય જિનેન્દ્ર


માણસને જ્યારે જરૂર કરતાં વધારે મહત્વ મળે છે ત્યારે, સામાન્ય સંજોગવશ તે બીજાને સમજવાની સમજણ પણ ખોઈ બેસે છે. જય જિનેન્દ્ર


ઉંમર દરરોજ જૂની થતી જાય છે અને અનુભવ દરરોજ નવો થતો જાય છે ..!! જય જિનેન્દ્ર


સત્ય કડવું નથી હોતું, પણ આપણા સ્વાદ અનુસાર ન મળે એટલે તે ગળે નથી ઉતરતું.... જય જિનેન્દ્ર


આત્મવિશ્વાસ એ નાનકડી હાથબત્તી છે જે તમને અંધકારમાં બધું જ નહીં બતાવી શકે, પણ તમને આગલું કદમ મૂકવાની જગ્યા જરૂર બતાવશે !! જય જિનેન્દ્ર


"માની લેવું", "ધારી લેવું", અને "કહી દેવું", એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે, પરંતું,.."પૂછી લેવું", "જાણી લેવું" અને "સમજી લેવું" એ ગેરસમજ દૂર કરવાના સરળ ઉપાયો છે. જય જિનેન્દ્ર


ખરીદી શકાય એવું "સુખ" કયાંય વેચાતું નથી... અને વહેંચી શકાય એવુ "દુઃખ" કયાંય હોતું નથી. જય જિનેન્દ્ર


Look જોઈને પસંદ કરેલી વ્યક્તિ જોડે તમે ખાલી સારા લાગી શકશો પણ મન અને વિચાર જોઈને પસંદ કરેલી વ્યક્તિ જોડે તમે સારા લાગો કે ના લાગો પણ ખુશ તો જરૂર લાગશો.....!! જય જિનેન્દ્ર


માર્કેટ માં રૂપિયો ગમે તેટલો નીચે જાય, પરંતુ રૂપિયા માટે માણસ જેટલો નીચો જાય છે, એટલો નીચો તો રૂપિયો ક્યારેય નહી જાય. જય જિનેન્દ્ર


"સમય" ને ઓળખતા "પ્રસંગને" સાચવતા "માણસ" ને સમજાવતા અને "તક" ને ઝડપતાં આવડી ગયું તો સમજી કે "જીંદગી જીતી ગયા ને જીવી ગયા. જય જિનેન્દ્ર


દુનિયા ના બીજા કોર્સ પૂરાં કરવા સહેલા છે પણ સ્વભાવ સુધારવા નો કોર્સ સૌથી અઘરો છે !!!! જય જિનેન્દ્ર


લગાવીને ગોળ કોણીએ દોડાવે છે જિંદગી ; હજી જીભ અડે ત્યાં તો ડાયાબીટીસ બતાવે છે આ જિંદગી….!!!!! જય જિનેન્દ્ર


અજીબ વિચાર સરણી થઇ ગઈ છે લોકોની... વાત કોઈ નથી માનતું, પણ વાતનું ખોટું બધા માની જાય છે !! જય જિનેન્દ્ર


લાગતું હતું કે જીંદગી ને બદલવામાં સમય લાગશે, પણ ક્યાં ખબર હતી કે આ બદલાયેલો સમય જ જીંદગી બદલી નાખશે... જય જિનેન્દ્ર


અવસર આનંદ નો ક્યારેકજ આવે છે, સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે, ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા, કેમ કે લાગણી ના સાગર માં ભરતી ક્યારેકજ આવે છે… જય જિનેન્દ્ર


United States Trends
Loading...

Something went wrong.


Something went wrong.